બંધ કબાટના પુસ્તકની આત્મહત્યા...!

  • 7.4k
  • 2k

બંધ કબાટના પુસ્તકની આત્મહત્યા..! એક વાર ગામની લાયબ્રેરીમાં હું શાંત બેઠી હતી.પુસ્તકનું વાંચન એ મારો મનપસંદ વિષય રહ્યો છે.ત્યાં અચાનક કોઈની વાતચીત નો અવાજ સંભળાયો .આસપાસ જોયું તો કોઈ ન હતું.મને એમ કે મારો વહેમ હશે.ફરી મે વાંચવામાં ધ્યાન પરોવ્યું .ફરી અવાજ સંભળાયો ... આ વખતે હું વાતો સાંભળી શકું એટલો અવાજ સ્પષ્ટ હતો .મે અવાજની દિશા તરફ કાન પરોવ્યા. ખરેખર તે અવાજ કબાટમાંથી આવતો હતો. " આપણી હવે કોઈ કિંમત જ નથી રહી.વર્ષમાં બસ એક - બે વાર સફાઈ કરવા કબાટમાંથી બહાર નીકળવામાં આવે છે ફરી યથાસ્થાને મૂકી દેવામાં એ છે. અરે આપણા પાના તો જુઓ