મધપૂડામાં કાંકરીચાળો કરવો નહિ..!

  • 3.2k
  • 818

મધપૂડામાં કાંકરીચાળો કરવો નહિ..! અક્ષરથી અક્ષર મળે તો જ શબ્દ બને, પણ અઢી અક્ષરના અમુક શબ્દોની અડફટમાં આવ્યા તો, ક્યાં તો ન્યાલ કરે, ક્યાં તો પાયમાલ..! ભલભલાના ભલભલાના રૂંવાડા આડા પાડી નાંખે. કાઠીયાવાડી ભાષામાં કહું તો ભુક્કા જ કાઢી નાંખે. ચગડોળે ચઢ્યા વગર એવી ગુલાંટ ખવડાવે કે, ઉભા જ ના થવાય. ને ઉભા થવા ગયા, તો બીજી ગુલાંટ ખવડાવે..! આ પ્રેમ, પત્ની, સત્ય, ભક્તિ કે લગ્નવાળો મામલો સીધો ઉતર્યો તો ઉતર્યો...! નહિ તો બેડોપાર પણ કરી નાંખે, નહિ તો તડીપાર પણ કરાવે, કહેવાય નહિ..! મારે વાત કરવી છે, પ્રેમથી ભરેલા ને ફાટ ફાટ થતા પ્રેમબંકાઓની..! લવ કે