રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૭'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ની સરકાર બનવાનું નક્કી થઇ ગયા પછી રાજકીય હલચલ અનેકગણી વધી ગઇ હતી. બધાંને સત્તાનો લાડવો દેખાતો હતો. રાજેન્દ્રનાથ ફરી મુખ્યમંત્રી બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા ત્યારે કેટલાક ધારાસભ્યો મંત્રીપદ મેળવવા માટે લાળ ટપકાવી રહ્યા હતા. મોટાભાગના નેતાઓનું છૂપું ધ્યેય પ્રજાના કામો કરવાને બદલે સત્તા મેળવવાનું હતું. સુજાતાબેન થોડા સમયના અનુભવ પછી જાણી ગયા હતા કે જિસકી લાઠી ઉસકી ભેંસ જેવી સ્થિતિ હોય છે. રાજેન્દ્રનાથે ધારાસભ્યોની બેઠક બોલાવીને પોતાનું મુખ્યમંત્રીપદ જાળવી રાખવાની તજવીજ શરૂ કરી દીધી હતી. રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી જ્યારે પાટનગરમાં ઉપસ્થિત હતા ત્યારે એમની આગેવાનીમાં નિર્ણય