અશ્વમેધા - પ્રકરણ 4

  • 3.5k
  • 1
  • 1.7k

વસાવા હજુ એ વ્યક્તિ પાસે ઉભા પગે બેઠો હતો. આ જગ્યા રાજાના એ ઘરથી ખૂબ દૂર તો નહતી, અને નજીક પણ નહતી. વસાવાનું મન જે મેધા માટેના અંદેશાઓ પ્રગટ કરી રહ્યું હતું એ આ વ્યક્તિની હાલત જોતા એને સાચા લાગી રહ્યા હતા. છેવટે વરસાદનો મારો અને ઠંડી સહન ન થતા એ પોતાની દુનિયામાંથી બહાર આવ્યો અને જાડેજા સામે જોયું. જાડેજાએ એના હાવભાવ જોતા જ બધુ સમજીને કહ્યું, "બસ હવે વધુ ન વિચાર આને લઈને દવાખાને જઈશું એટલે બધી બાબતો સામે આવી જશે. અત્યારથી એ બિચારી પર વહેમાવાની જરૂર નથી..." જે રીતે જાડેજાએ આ બાબત કહી કે વસાવા સમજી ગયો કે