મોજીસ્તાન - 14

(17)
  • 4.5k
  • 1.7k

મોજીસ્તાન (14) ડો.લાભુ રામાણી ધ્રૂજતાં ધ્રૂજતાં અલ્ટો ચલાવીને એમના ક્વાર્ટર પર પહોંચ્યા ત્યારે રાત્રિના નવ વાગી ગયા હતા. અલ્ટો ક્વાર્ટરની દીવાલે પાર્ક કરીને એમણે તાળું ખોલ્યું. ઘરમાં જઈને તેઓ સોફા પર ફસડાઈ પડ્યા. હજુ એમને જમવાનું પણ બાકી હતું. એમના પત્નીએ સાથે નાસ્તો મોકલ્યો હતો પણ ડોક્ટરને ખાવાની ઇચ્છા બિલકુલ રહી નહોતી.. "હું ડોકટર છું, મારે આમ કોઈને ગબડાવીને આવતું રહેવું ન જોઈએ. સાલો એ દારૂડિયો આ ગામનો જ હોવો જોઈએ. મને ઓળખી પણ ગયો છે, એટલે ભાનમાં આવીને તરત મારું નામ આપી દેશે. આ ગામમાં માંડ હું સેટ થયો છું. એના સગાંવહાલાં મને મારવા આવશે તો ? અત્યારે