ગંધર્વ-વિવાહ. - 1

(171)
  • 17k
  • 20
  • 7.6k

                   “ચા બનાવું સાહેબ?” વના સોલંકીએ નવા નિમાયેલા ફોરેસ્ટ ઓફિસર અંકુશ રાજડાને માનપૂર્વક પૂછયું.                       વનો જાણતો હતો કે સાહેબ ના નહી કહે છતાં તેણે પોતાની ફરજ બજાવી હતી. તે એ પણ જાણતો હતો કે અહીં આખા દિવસ દરમ્યાન આઠ-દસ વખત ચા ન બને ત્યાં સુધી સાંજ પડતી નહી. તેનું કારણ એ હતું કે નવરા બેસવા અને ચા પિવા સિવાય અહીં કરવા જેવું કશું જ નહોતું! ખબર નહીં સરકારે શું વિચારીને ઘેઘૂર વન-વગડા વચ્ચે આ ચોકી ઉભી કરી હશે? એક તો સાવ