હૃદયપલટો

(14)
  • 9k
  • 1
  • 5.9k

હિમાલયે અનેક બચ્ચાંને પોતાની આંગળીએ વળગાડ્યાં છે. બધાં બચ્ચાં સુંદર ને રસભર્યાં લાગે છે, જાબલી નામે એક પહાડી ગામ હિમાલયની તળેટીના ડુંગરોમાં છે. મેળામાં જતા કોઈ નાના બચ્ચાની માફક વિવિધ શણગાર ધરીને તે ઊભું છે. ઝેરીલી નાગણની માફક અનેક વળાંક લઈને ફરતી કાલકાસિમલા રેલવેની લાઈન એની ઉપરના ડુંગરાઓમાંથી ચાલી જાય છે. જાબલીની એક તરફ રમણીય ઝરાઓ અખંડ વહન કર્યા કરે છે; બીજી તરફ જલધિજલના તરંગ જેવો અનેક ડુંગરાઓ પર ‘કેલુ’ અને ‘બરાસ’નાં સુંદર રાતાં ફૂલોવાળાં વૃક્ષો ‘કેંથ’, ‘ચોળો’ ને ‘કન્નાર’ની• વચ્ચે ડોકિયાં કરે છે. • આ બધાં પહાડી ઝાડોનાં નામ છે. ગગનસ્પર્શી દેવદારુ વૃક્ષોથી એક તરફ ખીણ ભરાઈ ગઈ છે.