એક ટૂંકી મુસાફરી

(28)
  • 14.5k
  • 1
  • 8.4k

આ આપનો સેવક એક વખત વરસાદના ઝાપટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીયું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની બહાર પગ પણ ન મુકાય એવો ધોધમાર વરસાદ પડ્યો. ગામની ચારેતરફ પાણી પાણી જ થઈ રહ્યું. અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો : ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું