દક્ષિણ મહાસાગર

  • 6.1k
  • 1.8k

ગત તારીખ 8 જૂન 2021 ના રોજ વિશ્વ સમુદ્ર દિવસ (World Ocean Day) ઉજવાઈ ગયો. આ વર્ષનો સમુદ્ર દિવસ વિશ્વને પાંચમાં મહાસાગરની ભેટ પણ આપતો ગયો. એ પહેલા વિશ્વમાં ચાર જ મહાસાગરો હતા. અલબત, ક્યાંયથી કોઈ નવો મહાસાગર પેદા નથી થયો પણ આ વર્ષના સમુદ્ર દિવસે નેશનલ જીઓગ્રાફીક સોસાયટીએ (National Geographic society) વિશ્વના દક્ષિણ ભાગમાં આવેલા એન્ટાર્કટિકા મહાદ્વીપ આસપાસના સમુદ્રને દક્ષિણ મહાસાગર (Southern ocean) એવું નામ આપીને એક અલગ મહાસાગરનો દરજ્જો આપ્યો છે. મતલબ હવે વિશ્વનો નકશો અપડેટ થશે અને એમાં આ પાંચમાં મહાસાગરનું નામ પણ અપડેટ થશે. નવી નકશાપોથીઓમાં એક મહાસાગરનું નામ