કાગળ

  • 5.5k
  • 1
  • 2.2k

1. મા નો હોસ્પિટલમાં દાખલ દીકરાને... શુક્રવાર ની સવાર હજુ થઇ પણ નહોતી રાત નો છેલ્લો પોર હજુ ચાલુ હતો પણ કંચનબા માં હવે અજવાળું થાય ત્યાં સુધી રાહ જોવાની ધીરજ બચી જ નહોતી. આખી રાત પોતાના લાડકા દીકરા હેમંત ની ચિંતા માં વીતાવી હતી.પહેલા બે પોર તો પથારી માં આમ થી તેમ તરફડીયા માર્યા પણ નીંદર ન આવી તે ન જ આવી અને આવે પણ કેવી રીતે?? વ્હાલસોયા દીકરાને અસ્પતાલ લઇ ગયા ને આજે પંદર - પંદર દી' થઇ ગયા હતા પણ હજુ ડૉક્ટરે કંઇ ચોક્કસ સમાચાર આપ્યા નતા. કરશનભાઈ જે કંચનબા ના પાડોશ માં રહેતા