વાનગી માં પગેરું - ભાગ 1

  • 4.5k
  • 2k

*વાનગીમાં પગેરું*સી આઈ ડી એસીપી પ્રદ્યુમ્ન મુંબઈ સી આઈ ડી મુખ્યાલય ની સામે આવેલ એક લોકલ ફેમસ ઢાબા ના નિયમિત મુલાકાતી છે. પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત એવો આ ઢાબા નો રસોયો બીજી અન્ય વાનગીઓ પણ ફક્કડ બનાવતો. કામકાજ ના બોજા ને લીધે એસીપી લગભગ ક્યારેય ઘેરેથી બપોરનું ખાણું મંગાવી ન શકતા. પણ ઢાબાની વાનગીઓનો સ્વાદ દાઢે એવો વળગ્યો કે એસીપી ને ઘરના ખાણાં ની ખોટ ન સાલતી. ક્યારેક ક્યારેક ઇન્સ્પેક્ટર દયા પણ એસીપી સાથે વાળું માટે જોડાતો. મૉટેભાગે તો તેઓ કામકાજ અંગે જ ચર્ચા કરતા. આજે પણ બપોરના જમણ માટે તેમ જ એક તાજી જ બનેલ હત્યા ની ઘટનાની ચર્ચા