બાળ મજૂરી- બાળપણનું કલંક

  • 5.2k
  • 1.3k

બાળ મજૂરી -બાળપણનું કલંક. 12 જૂન - બાળ મજૂરી વિરોધી દિન બાળ મજૂર એ શબ્દ સાંભળતા જ આઘાતની લાગણી અનુભવાય છે. અત્યંત દરિદ્રતાથી પીડાતા, ગરીબીરેખાથી નીચે જીવતા ઘણા પરીવારોના બાળકો પ્રાથમિક શાળામાંથી જ પોતાનો અભ્યાસ છોડી ચાની રેકડી પર, રેસ્ટોરન્ટમાં, કારખાનામાં મજૂરી કરે છે. જેને આવતી કાલનો નાગરિક ગણવામાં આવે છે. તે બાળક જયારે મજૂરીએ જાય ત્યારે ગાળો સાંભળવી પડે છે, રમવાની ઉંમરે ગુલામી કરવી પડે છે, હડધૂત થવું પડે છે, માનસિક તથા શારીરીક અત્યાચારનો ભોગ બનવું પડે છે. તેનું વારંવાર શોષણ થાય છે. આજે કેટલાય બાળકોનું બાળપણ શાળાઓને બદલે ફટાકડાનાં કારખાનામાં, જરીકામ, બીડીવણાટ, સોનીકામ, પથ્થરની