કર્તવ્યદ્રોહ

  • 3.4k
  • 1.1k

શાંતિથી જિંદગી જીવનાર વધુ સમજુ નહોતો પરંતુ આપેલ કામ ચોક્કસ કરી નાખનાર રોનક, એક નાના મધ્યમ પરિવારમાંથી આવતો હતો. તેના પિતા વ્યવસાયે સરકારી વીજ કમ્પનીમાં નાની જોબ કરતા હતા.રોનકની એક મોટી બહેન હતી.આખા પરિવારમાં ન તો કોઈને વધારે ખાસ કંઈ આશાઓ હતી કે ન તો કોઈપણ જાતનું દુઃખ હતું.આજથી વર્ષો પહેલા રોનકના પિતા ગામડે બધું જ વેચીને વ્યવયાય અર્થે શહેર આવી ગયા હતા જ્યા તેમણે ઘણા જ દુઃખો સહન કર્યા, હોટેલમાં વાસણ સાફ કરવાથી લઈને સોસાયટીની ચોકીદારીનું કામ પણ તેમણે ખંતપૂર્વક અને ખૂબ જ પ્રામાણિકતાથી નિભાવ્યું જેનું પરિણામ કુદરતે એમને સરકારી નોકરીના માધ્યમે આપ્યું.લીંબાણી પરિવાર પોતાની જિંદગી ઘણી જ ઈજ્જત સાથે