અહંકાર - 28 - છેલ્લો ભાગ

(145)
  • 6.3k
  • 4
  • 3k

અહંકાર – 28 લેખક – મેર મેહુલ “કુલ છ લોકોની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી” સાગરે બધા પર ઊડતી નજર ફેરવી, “નેહા, ખુશ્બુ, જનક પાઠક, સંકેત, જય અને શિવ” “છ માંથી બે લોકોની ફિંગરપ્રિન્ટ મેચ થઈ છે અને એ વ્યક્તિ છે….” કહેતાં સાગર બધાનાં ચહેરા વાંચ્યા. સાગરની નજર નેહાનાં ચહેરા પર આવીને અટકી. નેહાનાં ચહેરા પરનો રંગ ઊડી ગયો હતો, કપાળે પરસેવો છૂટી ગયો હતો. સાગરે નેહા સામે આંખો નચાવી. સ્નેહા ઉભી થઈને દોડવા લાગી. એ જ સમયે દરવાજા પાસે ઉભેલા અનિલે અને ભૂમિકાએ દરવાજો બ્લૉક કરી દીધો. ભૂમિકાએ આગળ આવીને નેહાનો હાથ પકડી લીધો અને પોતાની જગ્યા પર બેસારી દીધી.