આદર્શિની - એક સફર શ્રવ્યાની - (૧)

  • 3k
  • 1.2k

"મમ્મી..મમ્મી.. પપ્પા, ભાઈ, દાદા જલ્દી બહાર આવો. ક્યાં છો બધા?" શ્રવ્યા જોરથી જોર બૂમો પાડી રહી હતી અને ખુબજ ખુશ જણાતી હતી."અરે શ્રવુ શું થયું? આટલા બરાડા કેમ પાડે છે? થોડી શાંતિ રાખ બેટા." શ્રવ્યાના પપ્પા બહાર આવતા બોલે છે."બાપુ, શાંતિ રખાય એવી વાત જ નથી. વાત જ એવી છે કે તમે જાણશો તો તમે પણ નાચવા લાગશો." શ્રવ્યા એના પપ્પાને કહે છે. તે જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે તેના પપ્પાને બાપુ કહીને બોલાવે છે."એ તો તું તારા પપ્પાને બાપુ કહે છે એના પરથી જ ખબર પડી ગઈ કે તું ખુબજ ખુશ છે." શ્રવ્યાના મમ્મી થોડા ખુશી ભર્યા અવાજમાં બોલે