બ્રેક અપ મેસેજ

  • 4.7k
  • 1.6k

મુખ્ય કયું શહેર છે તે તો નથી ખબર. પણ તે શહેર માં બનેલી એક બ્રેક અપ સ્ટોરી જરૂર ખબર છે. એક છોકરી, જેનું નામ મિત્તલ છે. નાજુક, નમળી, બધાં સાથે તરત ભળી જાય તેવી. તે નોકરી પણ કરે છે. ઓફિસની જગ્યાએ પહોંચવા માટે ત્યાં જોબ કરતાં બીજાં લોકોની સાથે તે જાતી અને સાથે જ પાછી આવતી. તે ગ્રુપમાં એક છોકરો છે, નિશાંત. કોઈ હીરો જેવી પર્સનાલિટી નથી. પણ શાંત સ્વભાવ વાળો, જરૂર હોય તેટલું જ બોલવાવાળો હતો. આપણી છોકરીને તે વધુ પસંદ આવી ગયો. તેની સાથે કામ કરવાના બહાના ગોત્યા રાખતી. જાણી બુઝી તેને વધારે બોલાવતી. આમ કેટલો સમય ચાલે! નિશાંતને ઘણી