હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 3

(13)
  • 5.9k
  • 1.9k

(3)ડિયર મન,તું પણ ગજબ છે. ક્યારેક અહીં તો ક્યારેક તહીં. કોણ જાણે ક્યાં ક્યાં ભટકે છે. એક જગ્યા શાંતિથી બેસતા તો તને આવડતું જ નથી કદાચ. જ્યારે હોય ત્યારે બસ ભાગતું ફરે છે. બહુ જબરું છે તું અને બહુ ચંચળ પણ !! આજ સુધી તને કોઈએ જોયું નથી. પણ હા,, હું ચોક્કસપણે કહી શકું છું, તું મસ્ત જ હશે ! તું સારું રહે તો મજા જ મજા અને જો જાણતાં અજાણતાં વિફરી બેઠું તો મારું તો થઈ રહ્યું કલ્યાણ !!! અરે, મારુ જ શું ? કદાચ તો સૌનું જ.તું છે જ એવું. તારા વિના ન જ ગમે. એથી જ તો