મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૧

  • 3.1k
  • 1.3k

(30નો ભાગ 2) ( ગતાંકથી ચાલુ ) મારે આ હપ્તો લખવા પાછળનો હેતુ બે છે એક કે વાલીઓ માટે અને એ પણ દીકરીઓના એવા વાલી કે જે અતિ લાડને કારણે, પોતે જ એમની દીકરીના ખરાબ ભવિષ્યના નિર્માણના અધિકારી બની જાય છે !! ( બહુ જ અનુભવ યુક્ત અને સમજ પૂર્વકનું આ વાક્ય છે! )એની વાત કરવી છે.... કે સાથે બીજું કારણ, આવા આચાર્યને સલામ સાથે બીજા નેતાઓ માટે પ્રેરણારૂપ બને એટલે અહી આ વાત લખું છુ કે પોતાના શિક્ષકમાં પૂરો વિશ્વાસ હોવાને કારણે આટલા દિવસ મારા બદલે તેઓ(તેમના પતિ પણ) દંપતી આ વાલીશ્રીનો ત્રાસ સહન કરતાં રહ્યા!! ને સાચું સમજાવવાની કોશિશ કરતાં રહ્યા !! હવે ચાંદની સાથે કઈ રીતે વાત કરવી એ મનોમંથન કરતી ઓફિસની બહાર નીકળી. બીજા દિવસે એ જ વર્ગની