માતૃત્વનો અહેસાસ

(15)
  • 2.9k
  • 1
  • 1k

"ડોકટર નિશા, તમારી જે તપાસ કરાવી હતી એના રિપોર્ટ્સ આવી ગયા છે. આઈ એમ સોરી ટુ સે, પણ તમે ક્યારેય માં નહીં બની શકો." ગાયનેકોલોજિસ્ટ ડૉ.તેજસના આ શબ્દો સાંભળીને નિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે નિરાશામાં ડૂબી ગઈ. ડૉ. નિશા શહેરની એક ખ્યાતનામ સર્જન. જે તેના સ્વભાવ અને તેના તબીબી કાર્ય ક્ષેત્રેના યોગદાનને લીધે ફેમસ હતી. આજે આ કડવી હકીકત સાથે તેનો ભેટો થતાં તે ભાંગી પડી હતી. તે ઘરે આવી અને પોતાના પતિ અવિનાશને ભેટીને રડવા લાગી. તેણે અવિનાશને બધી વાત કરી. "અવિનાશ, મેં ક્યારેય કોઈની સાથે ખોટું નથી કર્યું. કોઈના વિશે ખરાબ નથી વિચાર્યું. તો પછી મારી