ઉડતો પહાડ - 5

  • 5.7k
  • 1
  • 2.1k

ઉડતો પહાડ ભાગ 5 શ્રાપ જેમજેમ સુરજ પોતાના કિરણો પાછા સમેટતો જાય છે સિંહાલયના લોકોના હૃદયમાં ઉમંગ અને ઉત્સાહ ચરમસીમાએ પહોંચતા જાય છે. હવે થોડીજ ક્ષણો માં સૌંદર્યથી ભરપૂર ચંદ્ર શિવીકા નદી માં સ્નાન કરવા અવતરશે અને તેની સાથે જ સમગ્ર સિંહાલય ચમાન્તકારીક રીતે ઝગમગતું થઇ જશે. ચારેકોર શીતળ ચંદ્ર પ્રકાશ પ્રસરાઈ જશે અને સિંહાલય જાણે દેવોના રાજા ઇન્દ્રદેવ ના મુકુટ પર ચમકતો કોઈ કિંમતી માણેક હોય તેમ ઝળકી ઉઠશે. શિવીકા નદીના કિનારે ધીરે ધીરે લોકો, અને પશુ-પક્ષીઓ એકત્રિત થવા લાગ્યા છે. સૌ કોઈ પોતાના હાથેથી બનાવેલા સુંદરથી અતિસુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને ખુબ જ શોભી રહ્યા છે. આખું