કેટકેટલીય મૂંઝવણો અને રાતોની રાતો ના ઉચાટ થી પ્રકાશભાઈ ત્રાસી ગયા હતા. lockdown ક્યારનું એ ભલે પત્યુ હોય પણ તેમની જિંદગી નું lockdown હજુએ પત્યું ન હતું. પહેલા નોકરી ગઈ અને પછી ઘરની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી બની ગઈ હતી. દુકાળમાં અધિક માસ ની જેમ જિંદગી રોજેરોજ નવી ઉપાધિઓ લઈને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના થયો અને શરીરનું જોમ પણ લઈ ગયું...! તે પછી તેમની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવનના બધા જ જૉશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા. વ્યાજે લીધેલા પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા છ માસનો બાકી