બાળ બોધકથાઓ - 4 - ચિન્ટુ

(12)
  • 16.5k
  • 1
  • 6.8k

" ચિન્ટુ.. હવે જો તે તોફાન કર્યા છે ને તો તારો વારો કાઢી નાખીશ.." ચિન્ટુ તોફાન કરે એટલે એના મમ્મી એના પર આમ જ બરાડે અને ચિન્ટુ જાય સીધો દાદીમાના ખોળામાં . એને વિશ્વાસ હોય આ ખોળામાં એને કોઈ કાંઈ નહીં કરી શકે . ચિન્ટુ દાદીમાનો બહું લાડકો . રાત્રે ચિન્ટુ સુવે નહીં ને દાદીમાને સુવા પણ ન દે અને જીદ્દ કરે વાર્તા સાંભળવાની . દાદીમા પૂછે "મારા ચિન્ટુ ને કઈ વાર્તા સંભળાવુ..?" ચિન્ટુ જવાબ આપે "ઓલી..જંગલ વાળી.." એટલે દાદીમા એમના અંદાજમાં વાર્તા શરૂ કરે.... બહું સમય પહેલાની આ વાત