વેદના ની ક્ષણ

  • 2.9k
  • 864

જેની સાથે રોજ સવારની મીઠી ક્ષણો, બપોરની હૂંફાળી પળો અને સાંજની રંગીન સંગત માણી હોય, જે વ્યક્તિ પોતાના અસ્તિત્વનો ભાગ બની ગઈ હોય, તે વ્યક્તિ આમ અચાનક...તેના હૃદયમાં વેદનાની ક્ષણ ખૂંપી ગઈ હતી...આલાપને એવો અહેસાસ થયો કે જહાનવી બાજુમાં જ બેઠી છે. દરિયાનાં મોજાં જોરમાં કિનારે આવી એકદમ દૂર થઈ જતાં હતાં. એને લાગ્યું કે જહાનવી, દરિયાનું રૂપ લઈ તેની સાથે ખેલ ખેલી રહી છે. જીવનના કઠિન રસ્તાઓ પર જહાનવી અને તે એકબીજાનો હાથ પકડી, એકબીજાને સંભાળતાં સંભાળતાં આટલે દૂર આવ્યાં હતાં અને અચાનક... અચાનક આવી વસમી વિદાય? જેની સાથે સવારની મીઠી ક્ષણો, બપોરની હૂંફાળી પળો અને સાંજની રંગીન સંગત માણી