ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 23 (બદલો પૂરો)

(20)
  • 3.3k
  • 4
  • 1.4k

ટોમી રોકેટ લોન્ચર લઈને નીચે બેઠો અને જ્યાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યાં છૂપાઈને લોન્ચર હાથમાં પકડી નિશાન સેટ કર્યું... જેવું તેણે લોન્ચર ટ્રિગર દબાવ્યું લગભગ બે થી ત્રણ સેકન્ડમાં જ... શુંનનનન કરતું રોકેટ સીધું સામે રહેલી એક હવેલીના દરવાજા સાથે અથડાયું...જોતા જોતા મોટા વિસ્ફોટ સાથે અડધી હવેલી ભસ્મ થઈ ગઈ. ટોમી : બેસો ...બંને ગાડીમાં ટોમીએ જોરથી બૂમ પાડતા રાહુલ અને બાબાને કહ્યું. ત્રણે જણ ફટાફટ ગાડીમાં બેઠા અને રાહુલે સીધી ગાડી વિસ્ફોટ થયેલી દીવાલ પાસે ઊભી રાખી ...ત્યાં આજુબાજુ કશું દેખાતું ન હતું. ચારેબાજુ ધુમાડા ધુમાડા... ત્યાં લગભગ છ થી સાત લોકોની લાશ પડી હતી. અચાનક આ બાજુથી