ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 5 (જૂનું દરિયાપુર)

(14)
  • 4.4k
  • 2
  • 2k

પ્રોફેસરોએ બંનેને અલગ કરાવ્યા. ' આપણી કૉલેજના સામે પેલું ક્લિનિક ખુલ્લું છે? ' એક પ્રોફેસરે જાવેદના નાક પર પોતાનો સફેદ કલરનો રૂમાલ દબાવીને તેને ક્લાસ રૂમની બહાર લઈ જતા એક વિદ્યાર્થીને પૂછ્યું. પ્રોફેસર અને બે વિદ્યાર્થીઓ કૉલેજના સામે એક ક્લિનિક હતું ત્યાં જાવેદને ફટાફટ લઈ ગયા. હજુ તો થોડે પહોંચ્યા હશે કે આખો રૂમાલ લાલ ઘૂમ થઈ ગયો. ' તને કેટલી વાર કહેવાનું? આ તારી ચોથી ફરિયાદ આઈ.પહેલાં વર્ષમાં આટલી બધી ફરિયાદ આજ સુધી નથી જોઈ મેં. આ હવે સ્કૂલ નથી. આ છેલ્લી વખત જવા દઉં છું.હવે આવું થયું તો મારે કડક પગલાં લઈ કૉલેજમાંથી તને રસ્ટીગેટ કરી નાખીશ '