ઓપરેશન રાહત ભાગ-૬ - છેલ્લો ભાગ

(14)
  • 4.6k
  • 1
  • 1.8k

40 કલાક સુધી ફુલ સ્પીડ પર પ્રવાસ ખેડયા બાદ આઈએનએસ સુમિત્રા 5 એપ્રિલ ની સવારે અલ મુક્કલ્લા પાસેથી પસાર થઈને અશ શિર્ તરફ આગળ વધે છે આ જગ્યાના નકશા તેમજ ઇન્ટેલિજન્સ રિપોર્ટ કમાન્ડર મોકાશી ને હેડ ક્વાર્ટર માંથી મોકલી આપવામાં આવે છે. નકશામાં દર્શાવ્યા મુજબ આ જગ્યા પર જહાજ ઊભું રહી શકે તેવી કોઇ વ્યવસ્થા હતી નહીં. આ જોઈને કમાન્ડર નક્કી કરે છે કે બંદર થી થોડી દુર જ જહાજ પોતાની સ્થિતિમાં રહેશે અને ભારતીય નાગરિકોને બોટની મદદથી જહાજ પર લાવવામાં આવશે. બંદર પર પહોંચતાની સાથે જ દરેક સૈનિક પોતાની પોઝિશન સંભાળી લે છે તેમજ માર્કોસ જહાજ ની ફરતે એક