અસ્ખલિત પ્રેમ

(13)
  • 2.8k
  • 2
  • 984

અચાનક પાંચ વર્ષ બાદ પાયલને જોતાં જ વિનયની આંખો સ્થિર થઈ ગઈ હતી. જાણે સમય ત્યાં જ થંભી ગયો હતો. એકક્ષણમાં જાણે પાછો એની આંખો સામે એ ભૂતકાળ જીવંત થઈ ગયો. જાણે ફરીથી હૈયામાં એ જ લીલીછમ હરિયાળી છવાઈ ગઈ, જાણે ફરી રંગબેરંગી ફૂલો ખીલી ઊઠ્યાં, જાણે ચારેબાજુ ફૂલોની ફોરમ પ્રસરી ગઈ, જાણે ફરી આજે વસંત ખીલી. એવી વસંત જે ફક્ત વિનયના હૃદયમાં ખીલી, જેને ફક્ત એ પોતે જ અનુભવી શકે છે, જેને એણે વર્ષો પહેલાં અનુભવી અને જીવી હતી એ જ વસંતમાં આજે ફરી એ મ્હાલી રહ્યો હતો. આજે પાંચ વર્ષ બાદ એણે પાયલને જોઈ હતી. એને