ડસ્ટબિન

(54)
  • 5.5k
  • 1
  • 1.7k

ડસ્ટબિન"વોચમેન કાકા આજે પણ આ ડસ્ટબિન ખાલી ના કરાવી તમે ? બધો કચરો જુવોને બહાર નીકળ્યો છે ને આજુબાજુ કેટલી ગંદકી થઈ છે." પ્રતિમાએ એની સોસાયટીના વોચમેનને ખખડાવતા કહ્યું..."કાલે કરાવી દઈશ બેન. આજે હું કામમાં હતો તો રહી ગયું." વોચમેને લગભગ રોજ જેવો જવાબ આપ્યો..."કોઈને કંઈ પડી જ નથી. ત્રણ દિવસથી હું બોલું છું, પણ નથી સોસાયટીના લોકો સાંભળતા કે નથી વોચમેન સાંભળતો. બધા જ વ્યસ્ત જાણે ને હું એકલી જ નવરી બધું ધ્યાન રાખવા. હા બધાને વાપરવી છે ખરી... હમણાં એક દિવસ જો એને હટાવી દેવામાં આવે તો આખી સોસાયટી બૂમાબૂમ કરશે. પણ એને ખાલી કરવી પડે એવી કોઈને