કડક ચા

  • 3.1k
  • 980

નામ : નેન્સી અગ્રાવતપ્રકાર : (ગદ્ય) ટૂંકીવાર્તાતારીખ : 30.04.2021શિર્ષક : કડક ચાવિષય : ઘણાં લાંબા સમયગાળે મળતા બે દોસ્ત વચ્ચે થતો સંવાદ'??"કડક ચા""?? હાથની આંગળીઓ એકબીજા હાથમાં ચોળતા ચોળતા...!!તૂટેલા ચંપલના પ્લાસ્ટિકમાં પગનો અંગૂઠો દબાવી જમીનને ખોદતાં ખોદતાં....!!ઘડી ઘડી નજર હાથના કાંડા પર તો ,ક્યારેક નખને દાંતની વચ્ચે ચાવી ચાવી ઉજ્જડ બનાવી,વિરમ પોતાની હરકતોથી જાણ્યે અજાણ્યે પોતાની અંદર ચાલતા તુફાનને દર્શાવી રહ્યો હતો.સામે આવશે ત્યારે શું બોલીશ..??.એના સવાલોના શું જવાબ આપીશ...??.પેહલા તો આંખો મિલાવી શકીશ કે નહી...!!.કોઈ જવાબ મારી પાસે નથી સિવાય કે પસ્તાવો છતાં હિમંત કરી આવી તો ગયો ..પણ...,!! ત્યાં જ કિચૂડ ...કીચડ...