હસતા નહીં હો! - 19 - વ્હાલા આંતરડાંને પત્ર

  • 5k
  • 1
  • 1.7k

મારા વ્હાલા આંતરડાંઓ, આશા છે કે મેં હમણાં જ ચાવી ચાવીને મોકલાવેલ ગરમા ગરમ ઈડલી સાંભાર તમને મળ્યો હશે અને તમારા તરફથી મોકલાયેલ ઓડકાર પણ મને મળ્યો.તમે બંને આંતરડાં પોતાની પૂરી શક્તિથી પાચનનું કાર્ય કરી રહ્યા છો એ જાણવા છતાં હું તમારા બંનેથી સંતુષ્ટ નથી.હું જાણું છું કે આ પૃથ્વી પર ખાવાનો છેલ્લો જ દિવસ હોય એ રીતે ખાઈ-ખાઈને મેં તમને પજવ્યા છે. પચવામાં કઠણ પડે અથવા તો તમે જેની ત્રાડો પાડીને ના પાડી હોય એવો ખોરાક પણ મેં તમારી પાસે મોકલાવીને તમને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.તમારી રચના ઈશ્વરે એવી રીતે કરી છે કે માત્ર હળવો