ભારેલો અગ્નિ.. - 1

(32)
  • 26.6k
  • 3
  • 13k

ભારેલો અગ્નિપુસ્તક રિવ્યુ :- પરમાર રોહિણી " રાહી "' ભારેલો અગ્નિ' નવલકથા ગાંધીયુગના યુગમુર્તિ તરીકે ઓળખાતા રમણલાલ વસંતલાલ દેસાઈનું સર્જન છે. જેમને 'ભારેલો અગ્નિ'', 'જયંત', ' ગ્રામલક્ષ્મી', 'કોકિલા', ' પૂર્ણિમા', 'દિવ્યચક્ષુ' જેવી ઉત્તમ કોટીની નવલકથાઓ આપી છે. રમણલાલ પ્રધાનત: નવલકથાકાર છે અને સ્વાભાવિક રીતે રમનલાલનું નામ સાંભળતા નવલકથા જ વાચકોની કલ્પનાસૃષ્ટિમાં ખડી થાય છે. 'નિહારિકા'ના કવિ; 'ઝાકળ', 'પંકજ', ' કાંચન અને ગેરું' વગેરેના નવલિકાકાર; 'ભારતીય સંસ્કૃતિ'ના ઇતિહાસકાર કે ' જીવન અને સાહિત્ય' તથા ' સાહિત્ય અને ચિંતન'ના ચિંતક રમણલાલ કરતા નવલકથાકાર રમણલાલ - ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય હતા, છે અને રહેશે - એ નિર્વિવાદ છે. એમને નવલકથાઓ ન લખી હોત તો