પહેલી મુલાકાત...

(14)
  • 3.2k
  • 2
  • 1.2k

હા, પહેલી મુલાકાત અમારી કેફેમાં થઈ હતી. ત્યારે હું કૉલેજના સેકન્ડ ઈયરમાં હતો. અમારું આઠ છોકરા-છોકરીઓનું સહિયારું મજેદાર ગૃપ, અમારા ગૃપને જોઈને આખી કૉલેજને ઈર્ષા આવે તેવું અમારું નજરાઈ જાય તેવું આ ગૃપ હતું. ફ્રી પીરીયડમાં કે રિશેષમાં આખા ગૃપનાં બધાજ સભ્યો સાથે મળીને કેફેમાં જઈને સાથે બેસીએ અને મજેદાર કોફીની લિજ્જત ઉડાવીએ. ગૃપમાંનો મારો એક બેસ્ટ ફ્રેન્ડ વ્રજ, ખૂબજ ડાહ્યો અને સીન્સીયર સ્ટુડન્ટ, ભણવામાં પણ હંમેશાં તેનો ફર્સ્ટ ક્લાસ જ આવે. ખબર નહીં તે કઈરીતે અમારા તોફાની ગૃપમાં આવી ગયો હતો..!! કદાચ ભૂલથી જ આવી ગયો હતો..!! તેને ન તો કોફીની હેબિટ ન તો ચાની હેબિટ. બસ, અમારી બધાની