ઓઢણી

(16)
  • 3.4k
  • 940

ઓઢણી. આજની સવાર જાણે પીળી ઓઢણી ને સોનેરી ઝરીબોડૅર મૂકીને ગૌરીના હૈયાને પોંખવા આવી ચડી છે. ગૌરી પોતાના આંગણામાં ઊભી ઊભી દૂર સુધી ખીલેલી હરિયાળી સમા જાણે લીલી ઓઢણી ઓઢીને લહેરાતાં ખેતરને નિહાળી ને મનમાં જ મુસકાતી આકાશ ને ધરતી ને એક કરતી એ ક્ષિતિજ ને નીરખી રહી છે.આજે એના જીવનરૂપી બાગમાં ફરીથી જાણે ગુલમહોર નાં ફૂલો નો ગુલદસ્તો ખીલી ઊઠ્યો છે. ગૌરીના લગ્ન સાત મહિના પહેલાં જ વસંતરાય નાં દીકરા દલપત સાથે થયા હતા. વસંતરાય ના ઘરની નજીક જ ગૌરીના પિતા રામભાઇ નું ખેતર હતું