ચેકમેટ - 21

(22)
  • 4.5k
  • 1
  • 1.4k

દોસ્તો ચેકમેટના આગળના પાર્ટમાં આપે જોયું કે મિસિસ રાજપૂત સૃષ્ટિને પોતાના પતિ રિધમ મહેતાથી બચાવવા માંગે છે.એક બાપથી આટલી મોટી વાત છુપાવવા માટે તેની પાસે ઘણો સપોર્ટ હોવો જોઈએ.શું રિધમ મહેતાએ સૃષ્ટિની ડેડબોડી નહીં માંગી હોય..કેટલાય સવાલોથી ઘેરાઈ ચુક્યા હોય છે મિ. રાજપૂત."શું આટલા દિવસમાં એણે અણસાર નહીં આવી ગયો હોય અને હવે તો સૃષ્ટિનું ડેથ સર્ટિફિકેટ પણ લઈ લીધું હશે.ભવિષ્યમાં કોઈ લિગલ કામ હશે તો પછી...મૃત વ્યક્તિ જીવિત કેવી રીતે થશે.?પાઠક હવે તો દિમાગ ખરાબ થઈ ગયું છે હવે તું જ આંટી સાથે વાત કર".કહીને રાજપૂત ઘરની બહાર સ્મોક કરવા જતાં રહે છે.મૃણાલિની બહેન શાંત મુદ્રામાં હવે આવી ગયા