સ્નેહ નો સરવાળો

  • 2.5k
  • 1
  • 914

હદ તો સરહદને હોય, સ્નેહ તો અનહદ હોયજેના જીવનમાં સ્નેહનો સાક્ષાત્કાર થયો હોય તેનામાં સારપ અને મધુરપ પળે પળે પ્રતિબિંબિત થાય છે. સ્નેહસભર વ્યક્તિ સારી હોય છે અને સારી જ રહે છે. જીવનમાં ચિંતા તો એ વ્યક્તિને છે કે બોલે છે કઈ, કરે છે કઈ, દેખાય છે કઈ અને હોય છે કઈ !!! સ્નેહના સાથી સત્ય, પ્રેમ અને કરુણા છે. સ્નેહથી અમી ભરેલી નજર, અધર ઉપર મધુર વાણી અને સકારાત્મક અભિગમ સદૈવ માનવીના દિલોદિમાગ ઉપર રહે છે. સરહદની સીમા સાચવવી પડે કે તેનું રક્ષણ કરવું પડે, જ્યારે સ્નેહ, પ્રેમ અને લાગણી ની કોઈ સીમા, કોઈ સરહદ કે કોઈ મર્યાદા હોતી