અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 4

  • 4.6k
  • 1
  • 2.2k

ભાગ - 4 જીમ પર પૂજાની જોબ રેગ્યુલર ચાલી રહી છે. કરણ પણ મનોમન પૂજા વિશે મૌન રહી ખાલી આંખોથી પૂજા પ્રત્યેની પોતાની હમદર્દી કે પ્રેમ પ્રગટ કરી રહ્યો છે.ઈશ્વરભાઈ પણ શેઠને લઈને જીમ પર રોજ આવી રહ્યાં છે. બધુ બરાબર ચાલી રહ્યું છે, ઈશ્વરભાઈ પણ, પૂજાને જીમ પર કોઈ તકલીફ નથીને ? એનું ધ્યાન રાખી રહ્યાં છે, ને પૂજાને હિંમત પણ આપી રહ્યાં છે, સાથે-સાથે ઈશ્વરભાઈ સાથે અવાર-નવાર પૂજા વિશે વાત કરતો કરણ પણ દિલથી પૂરેપૂરો પૂજાની નજીક આવી ગયો છે.ઈશ્વરભાઈને પણ રામ જાણે, કરણ પ્રત્યે કોઈ પોતીકું હોય એવો ભાવ થઈ રહ્યો છે, સામે કરણને પણ ઈશ્વરભાઈ પ્રત્યે અંદરથીજ લાગણી અને લગાવ