CANIS the dog - 26

  • 2.9k
  • 1.2k

વેરપુમા નો વકીલ ઊભો થયો અને તેણે પાઉલો બેન્સન ની બાજુ હાથનો ઇશારો કરીને કહ્યું મારા અસીલ મિસ્ટર બેન્સન કશુક કહેવા માંગે છે.શુક્લા પ્રસાદે ફરીથી ઘડિયાળ સામે જોયુંં અને કહ્યું ઓકે શ્યોર. He may.પાઉલો એ માઇક તેની બાજુુ કર્યું અને કહ્યું my lord અમે જિનેટિક સાયન્સના લોકો છીએ અને દુનિયામાં કયું એવું વિજ્ઞાન છે કેે કે જેનાથી જનસંહાર નથી થયો.તમે ન્યુક્લીયર સાયન્સ થી લઈને ફર્ટિલાઇઝર એગ્રીકલ્ચર સુધી લઈ લો. દરેક વિજ્ઞાન થકી જન સંહાર થતો જ આવ્યો છે.જ્યાં સુધી પ્રયોગો નહીં થાય ત્યાં સુધી માનવજાતિને ઉચ્ચકોટિના સાધનોની પ્રાપ્તિ ક્યાંંથી થશે.પાઉલો આગળ બોલવા જાય છે અનેે ઈન્ટરપ્રૉટરે તેને રોકતા ખોખારો ખાધો.