ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 4

(11)
  • 12.9k
  • 5.1k

(1) ઘંટ ટાણે સરપ કાઢવો...● શાળામાં બાળકો રીસેસના સમયે બહાર નીકળ્યા હોય અને જેવો રીસેસ નો સમય પૂરો થવાનો ઘંટ વાગવાનો હોય કે મદારી કાકા પોતાના ડાબલા માંથી સરપ (સાપ) કાઢી ખેલ બતાવવાનું શરૂ કરે . બધા બાળકો એ ખેલ જોવા ઉભી જાય ને ગીરીજાશંકર માસ્તર બુમો પાડી પાડીને થાકે તોય બાળકો અંદર ન જાય આને કહેવાય ઘંટ ટાણે સરપ કાઢવો...■ અર્થ : - અયોગ્ય સમયે કોઈ કામ ચાલુ કરી દેવું .(2) ઝાઝા હાથ રળિયામણા..● મમ્મીએ દિવાળીનું કામ કાઢ્યું હોય ને પહોંચી વળાતુ નો હોય . પછી મમ્મી બરાબરના અકળાઈ ઉઠે ને એક છોકરાના હાથમાં પોતું પકડાવે એક ને આપે