હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો

(26)
  • 6.9k
  • 1
  • 1.9k

તારીખ : આજનીસરનામું : વિકાસના નામે ધરમૂળથી રહેંસી નખાયેલ મારા અસ્તિત્વનાં વિખરાયેલા એકેએક કણવિષય : પુકારડિયર યક્ષુ,,,મિસ યુ યાર...વેરી મિસ યુ...!! આશા છે તું જ્યાં પણ હોઈશ હેમખેમ અને કુશળ હોઈશ. ભણીગણીને આજે તો કેટલી મોટી થઈ ગઈ હશે નહિ..!! તને મળ્યાને વર્ષો વહી ગયા. બહુ યાદ આવે છે તારા એ નફ્ફટ ને નટખટ દોસ્તોની...મારા આંગણામાં કરેલ તમે એ ફુલગુલાબી મસ્તીની...પવનને હંફાવતી તમારી એ બાલ્યાવસ્થાની મોજીલી દોડની...તમારા સૌના એ પુષ્પ સમ ખીલી ચોમેર કાયમ ફોરમ પ્રસરાવતા રહેતા માસૂમ ચેહરાઓની...અને,,અને,,,ખાસ તો તારી...!! ખરેખર...આવો ક્યારેક...ને આ મૃતઃપ્રાય એવા મારા દેહમાં નવું જોમ પુરી જીવંતતાનો સંચાર કરી જાવો...આધુનિક જમાનાનાં સ્માર્ટ ફોનમાં રચ્યા પચ્યા