અંધત્વ નિવારણ સપ્તાહ ૧લી એપ્રિલથી ૭ એપ્રિલ અંધત્વ ઉત્પન્ન કરતા પરિબળો અને પરિસ્થિતિઓ અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૬૦થી તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને આ શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે વિવિધ સરકારી અને બિન સરકારી સંસ્થા ઓ દ્વારા ઉજવણી કરી આ અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવે છે. એક તારણ મુજબ વિશ્વમાં સૌથી વધુ પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિઓ ભારત દેશમાં વસે છે.વિશ્વમાં કુલ અંધજનોની સંખ્યા આશરે ત્રણ કરોડ ૭૦ લાખ છે, જેમાંથી એકલા ભારતમાં જ આવા વ્યક્તિઓની સંખ્યા ૧ કરોડથી વધુ છે એટલે કે વિશ્વમાં ત્રણ પ્રજ્ઞા ચક્ષુ