31 ડિસેમ્બરની તે રાત - 4

(17)
  • 5.1k
  • 3
  • 2.2k

લગભગ સાંજના 7:30 થતા હશે. "ચુરાઉંગા લુંટકર ભી તેરી બદન કી ડાલી કો....લહુ જીગર કા દૂંગા હસી લબો કી લાલી કો...!" જૈમિન કાર ચલાવતા ચલાવતા બાજુની સીટ પર બેઠી રિંકુંની આંખમાં આંખ મિલાવીને રેડિયો પર ચાલતા ગીતની સાથે ગાતા કહ્યું.જાણે તે પોતાની રીયલ લાઇફની "જિન્નત અમાન" માટે ગાતો હોય. 'અરે આ બધું દીવ જઈને કરી લેજો તમે બંને, પહેલાં ક્યાંક હોટેલ કે ધાબા પર ઊભી રાખ દબાઈને ભૂખ લાગી છે.' પાછળ ની સીટમાં બેઠેલા કેશવે કાંચની બાહર જોતા જોતા કહ્યું. એક ધાબા પર જમીને બધા દીવ પહોંચી ગયા. રાતે દીવમાં એક હોટેલમાં પોતપોતાના રૂમ બુક કરાવીને બધા આરામ કરવા જતાં