અનંત પ્રતિક્ષા “ બેટા! તું આવીશ ને ? આવતા મહિને ? વહુ બેટા ને પણ સાથે લેતો આવીશ ને ? ને મારી નાની દ્રવ્યા ? બેટા આંખો તરસી ગઈ તમને બધા ને જોવા.” મીરાબેન નો ઉત્સાહ સમાતો નહોતો. “ હા! મમ્મી! અમે બધા આવતા મહિને આવીશું. દ્રવ્યા તો દાદી પાસે જવાનું છે બસ, એ વાત થી આખો દિવસ તારી વાતો કરે છે,ને મમ્મી હા મારા માટે તીખી પૂરી તળી રાખજે.” નિનાદ સામે છેડે યુકે થી એટલા જ ઉત્સાહ સાથે પોતાની વ્હાલી મમ્મી મળવા માટે અધીરો જણાતો હતો. મીરાબહેન હજુ તો મહિના ની વાર હતી ને પોતાના નાના દીકરા ના