મન, વાણી અને હાથ કરાવે સત્કાર્ય અને ભૂલો જીવનને સંવારે છેં મન હૈયામાં હિંમત આપે, વાણીમાં વિશ્વાસ ભળે અને હાથમાં ઉત્સાહનો સંચાર થાય તો સમજવું કે સફળતા હાથ વેંત માં છે. જયાં હું મા થી અમે...અને અમે માંથી આપણે સૌ નો સુભગ સમન્વય થાય ત્યારે પારકા પણ આપણાં થઈ જાય છે. સાથોસાથ દુઃખનું નિર્મૂલન થાય છે અને સ્મિત સહ સુખનું આગમન થાય છે. સેવા, સમર્પણ અને સંતોષનું પ્રાગટ્ય થાય છે.મિત્રો, રસ્તા ઉપર સ્પીડ લિમિટ હોય છે અને પરીક્ષા માં સમયની સીમા હોય છે પરંતુ વિચાર ની કોઈ સીમા હોતી નથી, વિચારોનું તુમુલ યુધ્ધ સતત દરેકની જીવનયાત્રા મા ચાલતું જ હોય છે.