સ્ત્રી સંઘર્ષ...ભાગ 4

(20)
  • 4.9k
  • 1
  • 2.4k

મોહન ના કહેલા શબ્દો રેખાના કાન સુધી પહોચ્યા જ ન હતા. અત્યારે તેનું ધ્યાન પ્રસંગ ઉપરથી ભટકી ગયું હતું. ખબર નહીં કેમ આજે તેને અંદર સુધી કંઈક ખૂંચી ગયું હતું. કિરણ બહેનના શબ્દો ના તીર તેરા હૃદયના આરપાર સુધી ઉતરી ગયા હતા જો કવિતાને દીકરો આવશે તો મારી રુંચા નું શું ?? રેખા માં ઘણી ઉદારતા હતી. કવિતા અને મોહન માટે તેના હદયમાં અપાર પ્રેમ હતો પરંતુ એક દીકરીની માતા બન્યા પછી તે પોતાની દીકરી માટે કઈ બીજું વિચારી શકે તેમ ન હતી. પોતાને કમી ના લીધે તેણે આટલા વરસ બધાના અપશબ્દો અને