'સર કદાચ સુસાઇડ નોટ મળી પેન્ટના ગજવામાંથી ' રાવે ચિઠ્ઠી વિરલ સાહેબને આપતા કહ્યું. વિરલ સાહેબે ચિઠ્ઠી હાથમાં લીધી અને એક નજર આખા કાગળીયા પર ફેરવી. 'સાચેમાં સુસાઇડ નોટ છે સર? ' જૈમિને આશ્ચર્ય સાથે વિરલ સાહેબને પૂછ્યું. " હું કેશવ રમાકાંત શાહ પોતાના જાગૃત મન થી લખી રહ્યો છું કે મેં જે પણ પગલું ભર્યું છે એ મારો પોતાનો નિર્ણય છે. આ પગલું મેં કોઈના દબાવ મા આવીને નથી ભર્યું. તેથી કોઈ આના માટે જવાબદાર નથી. હું છેલ્લા 4 મહિનાથી આર્થિક રીતે ખૂબ નબળો થઈ ગયો હતો. જેથી હું બહુજ ડિપ્રેશનમાં રહેતો હતો. બધીજ સમસ્યાના માર્ગ સ્વરૂપે મેં આ