સ્વયમ સિદ્ધા

(11)
  • 4.9k
  • 1.1k

સ્વયમ સિદ્ધા by હર્ષા ત્રિવેદી હિથ્રો ટર્મિનલ 2 માં એક યુવતી પોતાના સામાન અને પ્રામ માં બેસાડેલા એક વર્ષ ના નાના બાળક સાથે ઉભી હતી.એને ભારતીય પોશાક સલવાર કમીઝ પહેર્યા હતા. ગોરો , સુદ્રઢ બાંધો ધરાવનાર 25 વર્ષ ની અંદર ની લાગતી એ યુવતી સુંદર દેખાતી હતી પરંતુ એ પોતાની નજરો આમતેમ ફેરવતી હતી જાણે કોઈને શોધી રહી હતી.થોડી ગભરાયેલી લાગતી હતી પરંતુ આજુબાજુ ગોરા લોકો ને જોઈ ને એ ત્યાંથી નજરો ફેરવતી રહી.