માનવસ્વભાવ - 3 - ઈર્ષ્યા

  • 3.9k
  • 1.7k

"પપ્પા આ મમ્મીને સમજાવોને, આખો દિવસ મને બાજુવાળા સ્વપ્નીલના માર્ક્સ બતાવ્યા કરે છે. હું કઈ પણ કહું તો સમજતી જ નથી." 20 વર્ષની ત્રિશા આવીને એના પપ્પા પાસે એની મમ્મીની ફરિયાદ કરવા લાગી. સોહનભાઈ આમ તો સમજદાર માણસ હતા, અને કોઈને પણ સમજાવી શકતા હતા. જીવનવીમાંના એજન્ટ હોઈ આ કાબેલિયત એમનામાં ખૂબ સારી રીતે ઉતરી આવી હતી. પણ પોતાની પત્ની સામે એમનું કંઈ જ ચાલતું નહતું. એમ કહો તો ચાલે. "બેટા ખબર તો છે. તારી મમ્મી આગળ હું કંઈ પણ બોલું. તો મને જ ખખડાવી નાંખે છે. એને સમજાવવાનો કોઈ જ મતલબ નથી. તું જ સમજી જા. આ વાતોને મન