The Next Chapter Of Joker - Part - 3

(72)
  • 6.5k
  • 4
  • 3.2k

The Next Chapter Of JokerPart – 3Written By Mer Mehul સવારનાં સાડા નવ થયાં હતાં. અવિનાશ વિજય ચોક AMTS પાસે બાઇક સ્ટેન્ડ કરીને તેજસની રાહ જોઈ રહ્યો હતો. રસ્તા પર વાહનોની અવરજવર સતત શરૂ હતી. થોડીવાર માટે સિગ્નલ લાલ થતો ત્યારે વાહનોની લાંબી લાઇન લાગતી અને સિગ્નલ ગ્રીન થતાં રેસમાં દોડતાં હોય એવી રીતે એકબીજાથી આગળ નીકળવા લોકો હોડ લગાવતાં હતાં. થોડીવાર થઈ એટલે બંસી અને મનીષા એક્ટિવા પર સવાર થઈને પહોંચ્યા.“તેજસ હજી નથી આવ્યો ?” બંસીએ પૂછ્યું.“તું પણ એની જ રાહે છે ?” અવિનાશ મજાકનાં મૂડમાં હતો, “એક કામ કર મનીષા…તું મારી પાછળ આવી જા…બંસી અને તેજસ સાથે