ચક્રવ્યૂહ - The dark side of crime (Part-5) " દવે તુ જે કપ લાવ્યો હતો તેનાં ફિંગર અને તે મોબાઇલ પરનાં ફિંગર મેચ થઈ ગયાં છે, આ સિવાય પણ ઘટનાં સ્થળ પરથી જે ફિંગર પ્રિન્ટ નાં સેમ્પલ લેવાયાં હતાં તેની સાથે પણ મેચ થાય છે." વિધાને લેબમાં પ્રવેશી પ્રકાશ સાથે વાતચીત કરી દવેને માહિતી આપતાં કહ્યું. " તે મારું કામ વધારે આસાન કરી દીધું. વિધાન ગુનેગાર હવે નહીં બચી શકે." વિધાનની વાત સાંભળી ખુશ થતાં દવે બોલ્યો. પછી તે અને શંભુ ત્યાંથી નીકળી સીધાજ વિનયના ઘર તરફ નીકળે છે.



