ધ્યાનવિશ્વમાં વિહાર - 1 (લેખાંક 1: ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

  • 7.5k
  • 2.7k

::પ્રાસ્તાવિક:: મારી એક અન્ય લેખમાળા 'સમગ્ર જિંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા' અન્યત્ર પ્રસિદ્ધ થઈ ચુકી છે, આ પોર્ટલ પર પણ શરુ છે. આ લેખમાળા, અનેક સુધારા વધારા સાથે, એક વ્યવસ્થિત માળખામાં, પુસ્તક રૂપે ટૂંક સમયમાં બહાર આવી રહી છે. તેને મળેલા અતિ વ્યાપક પ્રતિસાદ અને 'ધ્યાન' વિષે લખવાના સૂચનને લક્ષ્યમાં લઈ હવે આ લેખમાળા શરુ કરી રહ્યો છું. 'વિસ્મય' અને 'સૃજન' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આ લેખ હજારો વાંચકો સુધી પહેલાં જ પહોંચી ગયા છે અને આ અંગેનું પુસ્તક પણ થોડા સમય એ પછી તૈયાર થઈ જશે. સમગ્ર જિંદગી ૭ ચક્રોમાં સમાયેલી છે. ચક્ર સંતુલન માટેનો સૌથી મહત્ત્વનો